એસ.ઓ.જી. એ લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડતા આરોપીને દબોચી લીધો મોરબી : મોરબીમાં એસ.ઓ.જી. એ લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી બોગસ સિક્યુરીટી એજન્સી ચલાવતો સંચાલકને દબોચી લીધો હતો અને એસ.ઓ.જી. એ લાયસન્સ વગરની (અન-અધિકૃત) પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસ.ઓ.જી., ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ આજે પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મોરબી તાલુકાના ટીંબડી પાટીયા, પીપળી રોડ નજીક આવેલ એફિલ વીટ્રીફાઇડ પ્રા.લી. કારખાનામાં આરોપી સંજયકુમાર સિંગ અવધેશકુમાર સિંગ (ઉ.વ.૪૧, ધંધો- પ્રાઇવેટ સિકયરિટી, રહે. હાલ એફિલ વીટીફાઇડ કારખાના, ટીબંડી પાટીયા પાસે, તા.જી.મોરબી, મુળ ગામ ઉમધા, પોસ્ટ કલી જી. છપરા, રાજ્ય-બિહાર) ની પાસે પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવતા મળી આવતા સંચાલક વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી. સ્ટાફ ASI કિશોરભાઇ મકવાણા, HC સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી PC સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, ડ્રા. સંદિપભાઇ માવલા તથા WLR પ્રિયંકાબેન પૈજા સહિતના જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..