ટંકારા : ટંકારા નજીક ખેતમજૂરી કરતા આદિવાસી શ્રમિકનું ચેકડેમમાં ડૂબી જતા મૃત્યુ નિપજતા પોલીસે એ.ડી. નોંધી તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના બાબુભાઇ નામની વ્યક્તિની વાડીએ રહી ખેતમજૂરી કરતા શંકરભાઇ બદિયાભાઇ ભિલવાળનું ખોડીયાર આશ્રમની સામે ઝિજવા નદીના ચેકડેમમા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના ભાઇ સુનિલભાઇ બદિયાભાઇ ભિલવાળ, ઉ.વ. ૨૪ રહે.શીતલ પાર્ક શેરી ન.૧ ,આર.કે.ગ્રુપની બિલ્ડીંગ રાજકોટવાળાએ જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..