અનેક રજૂઆત છતાં રોડ રીપેરીંગ નથી થતો બ્રાહ્મણી ડેમની કેનાલ પરનું નાલુ પણ અતિ જર્જરિત હળવદ: હળવદના સુર્યનગરથી પાંડાતીરથને જોડતો રોડ અતિ જર્જરિત હાલતમાં મુકાઈ ગયો હોવાથી અહીંથી પસાર થતા ત્રણ ગામના વાહનચાલકોને તંત્રના પાપે અવારનવાર નાના-મોટા અકસ્માતનો ભોગ બનવું પડે છે. હળવદ-મોરબી રોડ પર આવેલ સુર્યનગરથી પાંડાતીરથ ગામને જોડતો રોડ પાછલા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. અહીથી દરરોજ સુંદરી ભવાની, સરંભડા અને પાંડાતીરથના વાહન ચાલકો પસાર થતા હોય છે. પરંતુ આ રોડ પર તંત્ર દ્વારા હાડકા તોડવાની સ્કીમ તરતી મૂકી હોય તેમ વાહનચાલકો અનેકવાર નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સાથે જ આ રસ્તા પર બ્રાહ્મણી ડેમની કેનાલ પસાર થતી હોય આ કેનાલ પરનું નાલુ તો અતિ જર્જરિત થઈ ગયું છે જેથી તે પણ ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જે તો નવાઈ નહી. વધુમાં આ રોડ રીપેરીંગ અથવા તો નવો બનાવવામાં આવે તે માટે રજૂઆતો તો કરવામાં આવી છે, પરંતુ લોકોની રજૂઆત હજુ સુધી તંત્ર દ્વારા ધ્યાન ન લીધી હોય તેમ રોડની હાલત આજે પણ જર્જરિત જોવા મળી રહ્યી છે. જેથી લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા વહેલી તકે રોડ રીપેરીંગ કરે અથવા તો નવો બનાવે જેથી ઈમરજન્સી સમયે સરળતા રહે તેમજ અકસ્માતના બનાવમાંથી છુટકારો મળે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..