કોરોના મહામારીને ધ્યાને લઈને આગામી સમયમાં મેળો ન યોજવાની ગ્રામ પંચાયતની મામલતદારને રજુઆત ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈને પાલનપીરનો મેળો મોકૂફ રાખવાની ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી છે અને ગામલોકોના આરોગ્યના હિત માટે આગામી સમયમાં મેળો ન યોજવાની માંગ કરી છે. હડમતીયા ગ્રામ પંચાયત અને સરપંચ રાજાભાઈ માલાભાઈ ચાવડાએ ટંકારાના મામલતદારને લેખિતમાં રજુઆત કરી છે કે હડમતીયા ગામો વર્ષોથી ભાદરવા વદ નોમથી ભાદરવા વદ અગિયારસ સુધી પાલનપીરનો ધાર્મિક મેળો ભરાય છે. જેમાં ગુજરાત તેમજ બહારના મોટી સંખ્યામાં લોકો હડમતીયા ગામે ઉમટી પડે છે. દરમિયાન હજુ કોરોના મહામારીનો ખતરો ટળ્યો હોય કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે આગામી સમયમાં હડમતીયામાં પાલનપીરનો મેળો મોકૂફ રાખવાની માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..