શનિવારે સવારે 8 વાગ્યે જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે આયોજન મોરબી : નહેરુ યુવા કેન્દ્ર અને જે. એ. પટેલ મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૫-૦૯-૨૦૨૧, શનિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જે. એ. પટેલ મહિલા કોલેજ, નવા બસ સ્ટેશનની પાછળથી શરૂ કરીને જી.આઇ.ડી.સી. રોડ, શનાળા રોડ, સરદાર બાગથી પરત જે.એ. પટેલ મહિલા કોલેજ સુધી દોડનું આયોજન કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..