મોરબી : જનસંઘ તથા ભાજપના પાયાના પથ્થર સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા સ્વ. ભાનુબેન અમૃતલાલ કોટકના શ્રાધ્ધ નિમિતે મહાપ્રસાદ યોજી કોટક પરિવાર દ્વારા સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાત રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષા એ સામાજીક, સેવાકીય તથા રાજકીય ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવનાર જનસંઘ તથા ભાજપના પાયાના પથ્થર સમા સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા સ્વ. ભાનુબેન લીલાધરભાઈ કોટકના શ્રાધ્ધ નિમિતે તેમના પુત્રો દીપકભાઈ કોટક તથા અજયભાઈ કોટક દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ સહીતનાઓએ સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા તેમના ધર્મપત્નિ સ્વ. ભાનુબેન અમૃતલાલ કોટકને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..