સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં જનતાના જીવ માટે ઝઝૂમતા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવા અનોખો કાર્યક્રમ યોજાયો ટંકારા : ટંકારામાં બાલાજી પેક પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ ગ્રુપ દ્વારા કોરોના વોરિયર્સને સન્માનિત કરવા અને તેમનો આભાર વ્યક્ત કરવા સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સવારથી રાત સુધી કોવિડ રસીકરણ મહાકેમ્પ યોજી ઉમદા કાર્ય કરનાર ટંકારા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓને સન્માનિત કરવા તેમજ જીલ્લામાં કોરોના મહામારી વખતે પરીવારના સભ્યો બની રાત-દિવસ મહેનત કરતા તમામ કોરોના વોરિયર્સ એવા આરોગ્ય વિભાગના કર્મીઓ, 108 ટિમ, પોલીસ જવાનો, મહેસુલ વિભાગ, એફ્પો સંસ્થા ટંકારા તદ્ઉપરાંત સામાજિક સંસ્થા, પત્રકારો સહિતનાનો આભાર વ્યક્ત કરવા ટંકારા નજીકની ખજુરા હોટેલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ભવાનભાઈ ભાગિયા, મગનભાઈ વડાવીયા, દુર્લભજીભાઈ દેથરિયા, ઉદ્યોગપતિ શંશાકભાઈ દંગી, મામલતદાર નરેન્દ્ર શુકલ, ટિ.ડી.ઓ. હર્ષવર્ધનકુમાર જાડેજા સહિત અનેક અગ્રણીઓની હાજરીમાં કર્મચારીને પ્રેરણાબળ પુરૂ પાડવા બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. અને નેચરલ ટેકનો ફેબ ટંકારા જગદીશભાઈ પનારા ગ્રુપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં માર્ચ મહિનામાં આવી પડેલ વૈશ્વિક મહામારી વખતે હજારો કુટુંબને રાશનકિટ, બાળકો માટે પુસ્તકો, પર્યાવરણ માટે વૃક્ષારોપણ, દવાખાને દાખલ દર્દીઓના પરીવારને આર્થિક સહાય ઉપરાંત અનેક સેવાકાર્યનો યજ્ઞ કરનાર બાલાજી ગ્રુપ દ્વારા કોરોના વોરિયર્સના સન્માન માટે અદકેરું આયોજન કરાયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..