મોરબી : મોરબીમાં નીલકંઠ સ્કૂલ અને લાયન્સ ક્લબ દ્વારા નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ કઈ રીતે આપવુ તે અંગે TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી બી. એમ. સોલંકી, નીલકંઠ સ્કૂલના ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા, નવનીતભાઈ કાસુન્દ્રા, PDG PMJF ચંદ્રકાન્તભાઈ દફતરી, રીજીયન ચેરપરશન PMJF રમેશભાઈ રૂપાલા, ચેર પર્સન MJF તુષાર દફતરી, લાયન્સ કવેસ્ટ એમ્બેસેડર મુકેશભાઈ પંચાસરા, ક્લબના પ્રમુખ ટી.સી.ફુલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા, પ્રોજેક્ટ ચેરમેન બીરેન્દ્રસિંહ રાઠોડ વગેરે મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી ટીચર ટ્રેનીંગ વર્કશોપનો નિલકંઠ સ્કૂલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસનાં ટીચર ટ્રેનીંગ વર્કશોપમાં ઇન્ટરનૅશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા શિક્ષકોને બે દિવસ ટ્રેનિંગમાં બાળકો સાથે કઇ રીતે તાદાત્મ્ય જાળવવું, બાળકો દ્વારા પરિવાર, સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોનું શું મહત્વ છે, હસતા-હસાવતા-રમાડતા, બાળકોને કઈ રીતે શીખવવું, ભારતના ભવિષ્યને વિદ્યાર્થીઓ થકી કઈ રીતે ઉજ્જવળ બનાવવું વગેરે બાબત પર નીલકંઠ સ્કૂલના 50 શિક્ષકોને ટીચર ટ્રેનીંગ વર્કશોપમાં શીખવવામાં આવ્યું હતું. નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને ભણાવવાની નવીનતમ પધ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બે દિવસના અંતે શિક્ષકો તરફથી જોરદાર પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. દુર્લભજીભાઈ દેથરિયા (પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ), હિતેશભાઈ ગોપાણી (સંગઠન મંત્રી -સૌરાષ્ટ્ર સંભાગ), દિનેશભાઈ ડી.વડસોલા (અધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લો), કિરણભાઈ કાચરોલા (મંત્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો) વગેરે મહેમાનોની ઉપસ્થિતિમાં વર્કશોપનું સમાપન કરવામાં આવ્યું. આ તકે ભાગ લેનાર શિક્ષકોને પ્રમાણપત્ર અને ગીફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત દરેક મહાનુભાવો, ટ્રેનર યોગેશ પોટા અને શિક્ષકોનો આભાર વ્યકત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ નીલકંઠ સ્કૂલ અને લાયન્સ ક્લબ એ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..