આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ તથા વૃક્ષો વિશેની માહિતી અપાઈ મોરબી : મોરબીના મકનસર વિડ ખાતે આદર્શ નિવાસી શાળા મોરબી જિલ્લામાં આવેલ આર.એફ.ઓ. જિલ્લા ફોરેસ્ટ વિભાગ તરફથી પ્રાકૃતિક શૈક્ષણિક શિબિર યોજવામાં આવી હતી. જેમાં આદર્શ નિવાસી શાળા પસંદગી કરવામાં આવી હતી. ધોરણ ૧૨ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ પ્રાકૃતિક શૈક્ષણિક શિબિર આયોજન સોનલબેન શેલુ આર એફ ઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ તથા વૃક્ષો વિશેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને મકનસર વીડના પ્રમુખ ઉઘરેજા વેલજીભાઈએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને વૃક્ષો વિશેની બોહળી માહિતી આપી અને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. આ વિડમા 111000 જેટલા વૃક્ષો ફોરેસ્ટ વિભાગ તરફથી ઉગાડવામાં આવ્યા છે. આશરે અલગ-અલગ પ્રકારના સો કરતાં વધારે જાતના વૃક્ષો છે. આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં નિવૃત ઓફિસર ગામી અને રિપોર્ટર રોહનભાઈ રાકજા તેમજ આર.એફ.ઓ .વાળાએ વૃક્ષો વિશે માહિતી આપી હતી. આદર્શ નિવાસી શાળા તરફથી એસ.બી.બારૈયા અને કે. ડી. કંજિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..