રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને વિરપુરથી પકડી પાડ્યો ; મોરબીમાં ભોગ બનનારને ફરિયાદ નોંધાવવા અનુરોધ મોરબી : છોકરીના નામે ઇન્સ્ટ્રાગ્રામ ઉપર ફેઇક આઇ.ડી. બનાવી કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી રીકવેસ્ટ એકસેપ્ટ થતા વીડીયો કોલ કરી નગ્ન હાલતમાં રહી છોકરી સાથેના વીડીયો કોલીંગના સ્ક્રીનશોટ પાડી ફોટા વાયરલ કરવાની ધમકી આપી બીભત્સ માંગણી કરતા ઇસમને રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ રાજકોટ વિભાગ, રાજકોટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ વિસ્તારમાં બનતા સાયબર કાઈમના ગુના અટકાવવા તેમજ સોસીયલ મીડીયા વેબસાઇટ ઉપર બનતા બનાવો ડીટેકટ કરવા સારૂ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે.રામ નાઓને સુચના કરેલ જે અન્વયે રાજકોટ રેન્જના રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ વિસ્તારના ફરીયાદીની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ જે ફરીયાદની હકીકત જોતા ફરીયાદીને થોડા દિવસો પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડમ્મી છોકરીના નામથી અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝરની ફોલો રીક્વેસ્ટ આવેલ હતી. જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની રીકવેસ્ટ એકસેપ્ટ કરતા બાદમાં ફરીયાદી સાથે ઇન્સ્ટ્રાગ્રામમાં વાતો કરી વિશ્વાસમાં લઇ વીડીયો કોલીંગ કરી પરીચય મેળવવાનુ કહેતા ફરીયાદીએ વીડીયો કોલ રીસીવ કરતા સામે કોઇ અજાણ્યો પુરુષ નગ્ન હાલતમાં હોય જે વીડીયો કોલ ફરીયાદી કટ કરે તે પહેલા આરોપીએ પોતાના મોબાઇલમાં તેના સ્ક્રીનશોટ પાડી બાદમાં તેજ સ્ક્રીનશોટ ફરીયાદીને મોકલી ફોટા વાયરલ કરવાની ધમકી આપી ફરીયાદી પાસે બીભત્સ માંગણી કરતી હોવાની ફરીયાદ આધારે ઉપરોક્ત ડમ્મી છોકરીના નામથી એકાઉન્ટનુ ટેકનીકલી એનાલીસીસ કરી તેમજ એનાલીસીસ આધારે મળેલ માહીતી તેમજ હયુમન ઇન્ટેલીજન્સથી આરોપી કીશન જેન્તીભાઇ ડાભી રહે.વીરપુર જી.રાજકોટ વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રેન્જ વિસ્તારમાં જો અન્ય કોઇ સાથે પણ આ રીતે બનાવ બનેલ હોય તો અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આકાર્યવાહીમાં પો.ઇન્સ. આર.જે.રામની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પો.સ.ઇ. વી.બી.ચૌહાણ તથા એ.એસ.આઇ. જયદીપભાઇ અનડકટ, સિધ્ધરાજસિહ વાઘેલા હેડ કોન્સ. શક્તિસિહ ઝાલા, ભૌમીકભાઇ સોસા, કુલદીપસિહ ચુડાસમા તથા પો.કોન્સ. શીવરાજભાઇ ખાચર, વીપુલભાઇ ગોહીલ વગેરે સાથે મદદમાં રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..