રાજકોટથી વેકસીનનો જથ્થો મોડો આવતા સાંજના સમયે વેકસીનેશનની કામગીરી હાથ ધરાઈ મોરબી : મોરબી જિલ્લા માટે વેકસીનનો જથ્થો મોડો આવતા આરોગ્ય તંત્રએ આજે સાંજે 6થી 9 વેકસીનેશન કેમ્પ ગોઠવ્યા છે. જેમાં જિલ્લાના 42 સ્થળોએ આ કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. આ તમામ કેમ્પમાં કુલ 4310 ડોઝ ઉપલબ્ધ પણ રાખવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં આજે મંગળવારે સાંજે 6થી 9 દરમિયાન વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. આ કેમ્પ મોરબીમાં 17, ટંકારામાં 5, વાંકાનેરમાં 10, માળિયામાં 3 અને હળવદમાં 7 સ્થળોએ ગોઠવાયા છે. જેમાં કોવેકસીનના 60 અને કોવિશિલ્ડના 4250 મળી કુલ 4310 ડોઝ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. વધુમાં મળતી વિગત અનુસાર રાજકોટથી ડોઝનો જથ્થો મોડો આવવાનો હોય સવારથી સાંજ સુધી જિલ્લામાં માત્ર 4 સ્થળોએ જ વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યા હતા. પણ હવે ડોઝ આવી જતા સાંજના સમયે કેમ્પ યોજવાનું આયોજન હાથ ધરાયુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..