મોરબી : મોરબીમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન સાથે ખાડા બુરાણની કામગીરી ઝડપી અને સરળ બનાવી કાર્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીમાં રવાપર ચોકડી નજીક રોડ પડ કોન્ટ્રાકટર દ્વારા જે.સી.બી. થકી ખાડા બુરાણની કામગીરી થઇ રહી છે. પરંતુ રોડ પર વાહનચાલકો અને રાહદારીઓને લીધે ટ્રાફિક થવાથી કામગીરી વ્યવસ્થિત રૂપે થઈ શકતી ન હતી. આથી, ટ્રાફિક પોલીસ દેવજીભાઇ બાવરવા એ ટ્રાફિક નિયમન કર્યું હતું. તેમજ તે સ્થળે હાજર રહી ખાડા બુરાણની કામગીરી ઝડપી અને સરળ બનાવી હતી. આમ, ટ્રાફિક પોલીસે પોતાની ફરજ સુપેરે બજાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..