મોરબી : મોરબી નગરપાલિકા હેઠળ આવતા હીરાસરીના માર્ગવાળા રોડને રીપેરીંગ કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકામાં આવતા રવાપર રોડ પર નરસંગ ટેકરી મંદિરની પાછળના રોડ કે જે હીરાસરીના માર્ગ તરીકે ઓળખાય છે. તે માર્ગને રીપેરીંગ કરાવવાની જરૂર છે. આ રોડને સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવામાં આવેલ હતો. પરંતુ જયારે બનાવેલ ત્યારે પણ તેના સામે ફરિયાદો હતી. કામ નબળું કરેલ હતું. ત્યારબાદ આ રોડને વારંવાર ખોદવામાં આવેલ છે. વધુમાં, ત્રણ લાઈનો નાખવામાં આવેલ ત્યારે પણ આ રોડ ખોદવામાં આવેલ તેમજ હમણાં વરસાદના પાણીના નિકાલ માટેની લાઈન નાખવામાં આવેલ. જેના માટે પણ આ રોડને ખોદવામાં આવેલ. જેથી, આ રોડની હાલની સ્થિતિ ખરાબ છે. સારી રીતે ચાલી શકાય તેવી નથી. હાલમાં ઉમીયા સર્કલથી રફાળેશ્વર રોડનું કામ ચાલુ છે. આમાં પણ ડાયવર્ઝનમાં લોકો પરેશાન થાય છે. તેમજ આ રોડ હીરાસરીનો માર્ગ જે તેને ક્રોસ કરે છે તો તે તાત્કાલિક રીપેરીંગ કરવો પડે તેમ હોય, આ માર્ગને રીપેરીંગ થાય તે માટે લગત વિભાગને યોગ્ય આદેશો આપીને તાત્કાલિક રીપેરીંગ કામ થાય તેવું કરવા વિનંતી કરેલ છે. આ રોડ બાબતે મોરબી નગરપાલિકા કંઈ પગલાં ના લેતી હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. તો જલ્દી કામ ચાલુ થાય તે બાબતે યોગ્ય કરવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..