મોરબી : મોરબી શહેરમાં વોર્ડ નંબર 11માં આવેલ લાયન્સનગરમાં પાણીની લાઈનની સમસ્યા બાબતે સામાજિક કાર્યકર અબદુલભાઇ બુખારી દ્વારા કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવે છે. આ રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નંબર 11માં આવેલ લાયન્સનગરમાં શેરી નંબર 3 અને 4માં અડધી શેરીમાં પાણીની લાઈન નાખવામાં આવી છે. જ્યારે અડધી પાણીની લાઈન નાખવાની બાકી રાખી દેવામાં આવી છે. આથી, બાકીની અડધી શેરીમાં રહેતા લોકોને પાણી મળતું નથી. તેમજ શેરી નં. 3માં લાઈનમાં રાબેતા મુજબ પાણી આપવાનું ચાલુ કરવા તથા પાણી લીક થતું હોય તે રિપેર કરવા લતાવાસીઓની માંગ છે. હાલમાં રોડ નવા રોડ બની રહ્યા છે ત્યારે વેલાસર પાણીની લાઈનની કામગીરી થાય તો પછી રોડ તોડવો ન પડે. તો સરકારી નિયમ મુજબ કામગીરી ઝડપથી થાય તેવી પ્રજાજનોની માંગ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..