મોરબી : મોરબી અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા પંદર દિવસથી રઝળતી ગર્ભવતી મહિલાને સલામત રીતે પતિ પાસે પહોંચાડવામાં આવી હતી. ગઈકાલે 181 અભયમ હેલ્પલાઇનમાં એક યુવાનનો કોલ આવ્યો હતો. જેને જણાવેલ કે છ મહિનાની ગર્ભાવસ્થા ધરાવતી એક મહિલા પંદર દિવસથી રસ્તા પર ભટકી રહી છે. આ સમસ્યા જણાતાની સાથે અભયમ હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર ભારતીબેન પરમાર, મહિલા કોન્સ્ટેબલ ભાવિકાબેન માલવણિયા તેમજ પાયલોટ મીતેશભાઈ કુબાવત સ્થળ ઉપર તુરંત દોડી ગયા હતા. ત્યારબાદ પીડિતાની પૂછપરછ કરતાં તેઓની સમસ્યા જાણવા મળી હતી કે તેના પતિ ઘરમાં મારકૂટ કરી જતા રહ્યા છે, તેમ જ સાસુ માર મારે છે, પ્રેમલગ્ન કર્યા હોવાથી પિયરના સગા સાથે કોઈ સંબંધ નથી કે સાથ આપતા નથી. અભયમ ટીમે તમામ હકીકત જાણી પીડિતાએ જણાવેલ એડ્રેસ પર પહોંચી પીડિતાના પતિ તથા સાસરિયાંઓનું કાઉન્સેલિંગ કરી સમસ્યાનું સમાધાન કરી પીડિતાને તેના પતિને સુરક્ષિત સોંપેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..