નેપાળ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરી બે ગોલ્ડ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું મોરબી : મોરબી જિલ્લો પણ રમત ગમતમાં આગળ આવી રહ્યો છે.ખાસ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમત ગમતમાં ભાગ લઈને મોરબી જિલ્લાએ હમ ભી કિસી કમ નહિ હૈ નું પુરવાર કર્યું છે. જેમાં મોરબી જિલ્લાના બે રમતવીરોએ તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની કબડ્ડી અને બેડમિન્ટનમાં શાનદાર પર્ફોર્મન્સ આપીને અદ્વિતીય સિધ્ધિ મેળવી છે અને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી બે ગોલ્ડ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું છે. મોરબી જિલ્લાના લોકોની છાતી ગજ-ગજ ફૂલી જાય તેવા ગુડ ન્યુઝ સામે આવ્યા છે. જો કે અત્યાર સુધી દેશ અને વિદેશમાં મોરબીની ઉધોગ સાહસિકતા તરીકે જ ઓળખ હતી.પરંતુ દેશ અને વિદેશના લોકોને આ માનસિકતા બહાર આવવા મોરબી જિલ્લાના રમતવિરોએ મજબુર કર્યા છે. જેમાં રમતગમત ક્ષેત્રે અગાઉ બહુ જ ઓછું પ્રદાન ધરાવતા મોરબી જિલ્લાએ હવે રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જબરું કાઠું કાઢ્યું છે. તાજેતરમાં નેપાળ ખાતે અંતરરાષ્ટ્રીય સ્તરની કબડ્ડી અને બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના બે રમતવીરો આદિત્ય શેરસિયા અને જસ્મિન મનીષભાઈ પટેલે સમગ્ર ભારત દેશ વતી પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બન્ને રમતવીરોએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું અને આદિત્ય શેરસિયાએ કબડ્ડીમાં તેમજ જસ્મિન મનીષભાઈ પટેલે બેડમિન્ટનમાં દેશ તરફથી રમીને દેશ માટે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ બન્ને રમતવીરો દેશનું નામ રોશન કરતા મોરબી જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..