૩૦મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે મોરબી : મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર ઘટકમાં સરકારશ્રીનાં બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર ખેડુત ખાતેદારને ખરીદ કિંમતના ૪૦% અથવા મહતમ રૂ. ૫૦,૦૦૦ ની મર્યાદામાં સહાય અને નાના, સિમાંત તથા મહિલા ખેડૂત ખાતેદારોને ખરીદ કિંમતના ૫૦% અથવા મહતમ રૂ. ૬૩,૦૦૦ ની મર્યાદામાં સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે. આ માટે જિલ્લાના બાગાયતી ખેડુતોએ તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૧૮ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગે નો તલાટી મંત્રી નો દાખલો, વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..