કીટો ડાયેટ તરીકે પ્રખ્યાત કીટોજેનિક ડાયેટ એ એક ઇટિંગ પ્લાન છે. આ પ્રકારનો ઇટિંગ પ્લાન ખાસ તો ફેટ્સને વધુ અસરકારક રીતે બર્ન કરવા માટેના મુખ્ય હેતુથી બનાવવામાં આવેલ છે. કીટો શબ્દ ‘કીટોનેસ’ પરથી ઉતરી આવ્યો છે, જે શરીરમાં જે લૉ બ્લડ સુગર (ગ્લુકોઝ) થવાના કિસ્સામાં એનર્જીના અલ્ટરનેટ સૉર્સ તરીકે ઉત્પન્ન થતા નાના ફ્યુઅલ મોલેક્યુલ્સ છે. જેનાથી આગળની પ્રક્રિયા પૂર્ણ થઈ ફેટ બર્ન થાય છે. ઉપરાંત, ઇન્સ્યુલિન ડ્રોપ ઇન થવાથી ડ્રામેટિકલી ફેટ બર્નિંગ વધે છે. જેથી, વજન ઘટી જાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે. કીટો ડાયેટમાં શું ખાવું ? કીટો ડાયેટમાં કાર્બોહાઇડ્રેટ્સ ઓછા અથવા નહીંવત્ ખાવાના હોય છે, છતાં 25% કાર્બોહાઇડ્રેટ્સ ફૂડમાં લઈ શકાય છે. ચીઝ અને નટ્સ જેવાં નેચરલ સૉર્સમાંથી ફેટ કંઝમ્પશન કરી શકાય. તેમ છતાં, ટ્રાન્સફેટ્સ અવોઇડ કરવી પણ નેચરલી બનતાં સેચ્યુરેટેડ, મોનો અને પોલી સેચ્યુરેટેડ ફેટ્સનો ઉપયોગ થઈ શકે, જેમ કે બટર, ઘી, એવોકાડોઝ, નટ્સ વગેરે. તેમજ કીટો ડાયેટમાં પ્રોટીનની પ્રમાણસર માત્રા લેવી. વધુ પડતાં પ્રોટીનથી કીટોનેસનું પ્રોડક્શન ઘટી જાય છે. પ્રોટીનનો મેજર સૉર્સ છે નટ્સ, લિગમ્સ વગેરે. વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ કીટો ડાયેટ માટે બહુ જ એસેન્શિયલ છે. તેમ છતાં, સ્ટાર્ચી વેજિટેબલ્સ જેવાં કે બટાટા, અનિયન્સ, ગાર્લિક, બ્રિંજલ્સ (કાંદા, લસણ, રીંગણ) અને ચેરી, ટામેટાં, ઓરેન્જ જેવાં ફળો બને ત્યાં સુધી ન લેવાં અથવા લિમિટેડ લેવાં. કોઈપણ લીફી અને ગ્રીન વેજિસ કીટો ડાયેટમા સમાવાય છે. જેમ કે સ્પિનચ (પાલક), કોબીજ, ફુલેવર, બ્રોકોલી, લેટ્યૂસ વગેરે. કીટો ડાયેટમાં કંદ જેવાં ફળો કે શાકભાજી લિમિટેડ જ લેવાં. ડેરી પ્રોડક્ટસ મોડરેટ ક્વોન્ટિટીમાં લેવી. પનીર, ચીઝ, યોગર્ટ, દૂધ વગેરે ડેરી પ્રોડક્ટ્સ ભોજનમાં એક્સ્ટ્રા ફેટ ઉમેરી દે છે. જ્યારે કીટો ડાયેટ દરમિયાન ઓછામાં ઓછું 2થી 3 લીટર પાણી પીવું જોઈએ. બેવરેજીસમાં કોફી, ચા, નારિયેળનું દૂધ વગેરે લઈ શકાય. કીટો ડાયેટના હેલ્થ બેનીફિટ્સ વજનમાં ઘટાડો થાય છે. ભૂખ પર નિયંત્રણ આવે છે. બ્લડ સુગર લેવલ કંટ્રોલ થાય છે. પેટમાં ગેસ ઓછો થાય અને દુખાવા કે ક્રેમ્પ્સ ઓછાં થાય છે. કીટો ડાયેટની મેજર સાઇડ-ઇફેક્ટ્સ હાઇ ફેટ ઇન્ટેક્સને કારણે કોલેસ્ટ્રોલ વધે જેથી હાર્ટ ડિસીઝ થઈ શકે. કીટો ડાયેટની લાંબા ગાળે અસર થાય તે સ્લગિશનેસ કે લેઝિનેસમાં પરિણમે કેમ કે બ્રેઇનને ઇફેક્ટિવલી કામ કરવા માટે સુગર જોઈએ. કીટો ડાયેટ એથ્લીટ જેવા એક્ટિવ લાઇફસ્ટાઇલ જીવતાં લોકો માટે સ્યૂટેબલ નથી. વધુ એનર્જી અને સારી ફિઝિકલ એન્ડ્યુરન્સ માટે હાઇ કાર્બ ડાયેટ વધારે જરૂરી છે. કીટો ડાયેટ સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી તેમજ જ્યારે ડાયાબિટીસ અને હાઇબ્લડપ્રેશરની દવા ચાલતી હોય ત્યારે ન લેવું જોઈએ. આહારમાં કાર્બ્સને ખાસ્સું કટ કરવાથી ક્યારેક ડાયેરિયા કે કબજિયાત તરફ દોરી જાય છે. ઉલ્લેખનીય છે કે કીટો ડાયેટ એક્સપર્ટસની દેખરેખમાં કાળજીથી ફોલો કરવું જોઈએ. કીટો ડાયેટ એ વેઇટ લોસ/વજન ઘટાડા માટે કાયમી ઉકેલ નથી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..