મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના જેતપર (મચ્છુ) ગામે પાણીના ટાકાં સામે બગીચા પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમા ગંજીપાના તથા પૈસા વડે પૈસાની હારજીતનો નશીબ આધારીત તીન પતીનો જુગાર રમતા આરોપીઓ સુનીલભાઇ કુકાભાઇ દેગામા, અજયભાઇ પુરણભાઇ ચોરાસીયા, સાગરભાઇ અમરશીભાઇ માલણીયાત, સાગરભાઇ મનજીભાઇ માલણીયાત, દિનેશભાઇ મનજીભાઇ માલણીયાતને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૨૭૩૦નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..