મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપરની ઘટના વાંકાનેર : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ઓટો રિક્ષાનું આગળનું વ્હીલ નીકળી જતા રિક્ષામાં બેઠેલ યુવાનનું મૃત્યુ નિપજતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુલામહુશેન ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ.વ.૪૦, રહે.પંચાસર, તા.વાંકાનેર) ગત તા.18ના રોજ બસીરભાઇની ઓટો રીક્ષા રજી.નં. GJ-03-AU-4184 માં બેસીને વાંકાનેરથી પોતાના ગામ તરફ જતા હોય ત્યારે ઓટો રીક્ષા પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવતા વાંકાનેર-મોરબી ને.હા. રોડ જડેશ્વર ચેમ્બર્સની સામે ઓટો રીક્ષાનુ આગળનુ ટાયર નીકળી જતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી અને ગુલામ હુસેનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના નાના ભાઈ અબ્દુલ ગફાર ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ.વ-૩૬, રહે-પંચાસર)એ ઓટો રીક્ષા નં.GJ-03-AU-4184ના ચાલક બસીરભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી રીક્ષા ચાલકને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..