મોરબીના નાના એવા થોરાળા ગામમાં શોકનું મોજું પ્રસર્યું એકના એક પુત્રના નિધનથી ફૂલતરીયા પરિવારમાં આક્રંદ મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર બની રહેલ નવા એરપોર્ટની જમીન માપણી કરવા ગયેલા થોરાળા ગામના આશાસ્પદ યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ડૂબી જવાની ઘટના બાદ ગઈકાલે અને આજે સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની જહેમત બાદ આ યુવકનો મૃતદેહ મળી આવતા ફૂલતરીયા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને નાના એવા થોરાળા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. આ ગોજારી દુર્ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રાજપર નજીક નવા બની રહેલા એરપોર્ટની જમીનની ખાનગી એજન્સી દ્વારા હાલમાં માપણી કરવામાં આવી રહી છે ત્યારે ગયેલે ખાનગી એજન્સીના પાંચ સભ્યોની ટીમમાં થોરાળા ગામનો ઉત્તમ હરજીવનભાઇ ફૂલતરીયા મુખ્ય ઓપરેટર હોય મોબાઇલમાં વાતચીત કરતા કરતા તળાવ તરફની જમીન માપવા ગયા બાદ લાપતા બનતા સાથે રહેલા ટિમ મેમ્બરોએ રાજપરના ગ્રામજનોને ઘટના અંગે જાણ કરતા સ્થાનિક તરવૈયાએ યુવાનને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા. બીજી તરફ બનાવની પોલીસને જાણ થતા ફાયર બ્રિગેડના તરવૈયાઓ પણ યુવાનને શોધવા કામે લાગ્યા હતા. ઘટના અંગે મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે યુવાનને શોધવા મોડીરાત્રી સુધી પ્રયાસ કાર્ય હતા પરંતુ સફળતા મળી ન હતી. બાદમાં આજે સવારે ઉત્તમ ફૂલતરીયાનો મૃતદેહ શોધી કાઢવા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક ઉત્તમ ફૂલતરીયાના પરિવારમાં પિતા હરજીવનભાઇ ખેતીવાડી કરે છે. ઉત્તમને એક બહેન હોવાનું અને પોતે એક જ ભાઈ હોવાથી આ ઘટના બાદ ફૂલતરીયા પરિવારમાં આક્રંદ છવાયો છે અને થોરાળા ગામમાં પણ શોકનું મોજું પ્રસરી ગયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..