બેડી ચોકડી અને માધાપર ચોકડીએ ભયંકર ટ્રાફિકજામ ટ્રાફિક બ્રિગેડના હવાલે સાઈડો સોંપી દેવાતા વાહનચાલકો પરેશાન : ત્રણ-ત્રણ કિલોમીટર લાઇન રાજકોટ : અમદાવાદ રાજકોટ વચ્ચે ચાલતા સિક્સ લેન હાઇવેની કામગીરીને કારણે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીનો ટ્રાફિક બેડી ચોકડી તરફ ડાયવર્ટ કરાતા મોરબી રાજકોટ વચ્ચેના ટ્રાફિકને માઠી અસર પડી છે. રાજકોટ પોલીસની ઢંગધડા વગરની ટ્રાફિક વ્યવસ્થાને કારણે મોરબીથી રાજકોટ પહોંચવાના સમયમાં પોણોથી એક કલાકનો વધારો થઈ જવા પામ્યો છે. બેજવાબદર અને અનુભવ વગરના ટ્રાફિક બ્રિગેડને ચાર રસ્તાની જવાબદારી સોપી રાજકોટ ટ્રાફિક પોલીસ કેસ કરવામાં મશગુલ બનતા છેલ્લા દસેક દિવસથી મોરબી રાજકોટ વચ્ચેનું અંતર એટલુને એટલું જ હોવા છતાં આવા ગમનના સમય ગાળામાં પોણો કલાકથી એક કલાકનો વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને અમદાવાદ હાઇવે સિક્સ લેનના કામને કારણે રાજકોટ નવાગામ નજીકના પુલનું કામ ચાલુ થતા અમદાવાદ તરફનો ટ્રાફિક બેડી ચોકડી તરફ ડાયવર્ટ કરવામાં આવતા દરરોજ બેડી ચોકડીએ તમામ દિશાઓમાં બેથી ત્રણ કિલોમીટર વાહનોની લાઈનો લાગે છે અને ચારથી પાંચ વખત સાઈડ ખુલ બંધ થયા બાદ કોઈપણ વાહન બેડી ચોકડી કે માધાપર ચોકડી પસાર કરી શકે છે. આ સંજોગોમાં રાજકોટ જેવા મહાનગરના ટ્રાફિક વિભાગના એસીપી અને ટ્રાફિક પીઆઇ દ્વારા લોકો માટે માથાના દુઃખાવા રૂપ બનેલ બેડી ચોકડી અને માધાપર ચોકડીના ટ્રાફિક જામ પ્રશ્નને હલ કરવો જરૂરી બન્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..