જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીમાં પાલિકા દ્વારા 500 થી વધુ ગણેશજીની મૃતિઓનું વિસર્જન કરાયું મોરબી : નવ-દસ દિવસ સુધી વિધ્નહર્તાની ભક્તિભાવથી પૂજા અર્ચના અને આરાધના કર્યા બાદ આજે આ મોંઘેરા મહેમાનની વિદાયની ઘડી આવી પહોંચતા ભારે હૈયે અગલે બરસ તુમ જલ્દી આનાના કોલ સાથે ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકા દ્વારા અનઇચ્છનીય ઘટના નિવારવા માટે ગણેશજીના વિસર્જનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં શહેરના ચાર સ્થળેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કર્યા બાદ નગરપાલિકાની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીમાં પાલિકા દ્વારા 500 થી વધુ ગણેશજીની મૃતિઓનું વિસર્જન કરાયું હતું. મોરબીમાં આ વખતે શેરી ગલી તેમજ મોટાભાગના ઘરોમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરી દરરોજ પૂજા અર્ચના કરીને ભક્તિભાવથી આરાધના કરી હતી ત્યારે આજે ગણેશ મહોત્સવનું સમાપન થતા લોકોએ ભારે હૈયે ગણપતિ બાપાને વિદાય આપી હતી. મોરબી નગરપાલિકા દ્વારા અનિચ્છનીય ઘટના નિવારવા માટે ગણેશજીના વિસર્જનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકા દ્વારા શહેરના ચાર સ્થળેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોએ પણ જાતે જ ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કર્યું હતું. મોરબી બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન માટે નગરપાલિકા દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરિસ સરૈયા, હિતેશભાઈ દવે, હિતેશભાઈ રાવેસિયા, બુચભાઈ સહિતના 40 જેટલો સ્ટાફ, ફાયર બ્રિગ્રેડની ટીમ, પવડી વિભાગ, તાલુકા પીઆઇ ગોઢાણીયા, પીએસઆઇ વિજય જેઠવા સહિતનો 70 વધુ પોલીસ સ્ટાફ, કુશળ તરવૈયાઓ જોડાયા હતા અને બે જેસીબી અને બે ક્રેઇનની મદદથી અહીં મચ્છુ નદીમાં ગણેશજીની વારાફરતી મૂર્તિઓ પધરવામાં આવી હતી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 500 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..