મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે પોલીસે ઘરમાં વ્હીસ્કીની બોટલો ઝડપી પાડી છે. ઘુંટુ ગામે જનકપુર સોસાયટીમાં આરોપી જીજ્ઞેશભાઇ પ્રાણજીવનભાઇ વિરપરીયા (ઉ. વ. 30) એ રહેણાંક મકાનમાંથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની સુપીરીયર વ્હીસ્કીની કંપની શીલપેક 24 બોટલો (કિં.રૂ. 9000) નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખ્યો હતો. પોલીસે વિદેશી દારૂ જપ્ત કરી આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશ્ણ એકટ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..