માળીયા (મી.) : કચ્છ-માળીયા નેશનલ હાઇવે પર પોલીસ દ્વારા કારમાં વ્હીસ્કીની હેરાફેરી કરતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયામાં ઓનેસ્ટ હોટલ સામે નેશનલ હાઈ-વે કચ્છથી માળીયા તરફ રોડ પર મહેશભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ. 28) અને સંજયભાઇ મનસુખભાઇ વાઘેલા (ઉ.વ. 21) મારૂતી એલ્ટો કાર GJ-03-CA-7889 મા ગે.કા રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂ સુપીરીયર વ્હીસ્કીની કંપની શીલપેક 24 બોટલો (કિ.રૂ. 9000) તથા ગોલ્ડન એજ બ્લુ ફાઇન વ્હીસ્કીની કંપની શીલપેક 12 બોટલો (કિ.રૂ. 3600) સાથે વેચાણ કરવાના ઇરાદે દારૂની હેરાફેરી કરતા પકડાયા હતા. પોલીસે કાર અને દારૂ મળી કુલ રૂ. 82,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપીઓની અટક કરી તેમની સામે પ્રોહિબિશન એકટ હેઠળ માળિયા (મી.) પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..