મોરબી : માળીયા-અમદાવાદ હાઇવે ઉપર અણિયારી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રાજસ્થાની ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા-હળવદ હાઇવે રોડ અણીયારી ચોકડી ટ્રક નંબર GJ-12-AU-6195ના ચાલકે બેફીકરાયથી માણસની ઝીંદગી જોખમાઇ તે રીતે ગફલતભરી રીતે પોતાનો ટ્રક ચલાવી ટ્રક નં-RJ-07-GD-2315 સાથે ભટકાડી ટ્રક નં-GJ-12-AU-6195 ના ડ્રાઇવરએ પોતાને ગંભીર ઇજા પહોંચાડી તેમજ સામેના ટ્રક ડ્રાઇવર ઉમેદસીંગને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું અને ટ્રકમાં બેઠેલ ફરિયાદીને માથાના ભાગે તથા ડાબા હાથે સામાન્ય ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ટ્રકમાં સાથે રહેલા સોહનસીંગ કિશોરસીંગ શેખાવત (ઉ.વ-21, રહે.કાવની, ઠે.બ્રાહ્મણોના મહોલ્લામાં, તા.જી. બિકાનેર, રાજ્ય-રાજસ્થાન) એ ટ્રક નં.GJ-12-AU-6195ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો દાખલ કરી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..