મોરબીના જેતપર ગામની ઘટના મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામમાં માતાએ બીડી પીવા બાબતે ઠપકો આપતાં પુત્રએ જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેતપર ગામે રહેતા હિતેશભાઇ ધરમશીભાઇ દેત્રોજા (ઉ.વ. 22)ને તેની માતાએ ગત તા. 15ના સાંજના સમયે બીડી પીવા બાબતે ઠપકો આપ્યો હતો. આથી, મૃતકને લાગી આવતા તેણે તા. 16ના પોતે પોતાની મેળે કોઇ ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમા લઇ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હોય અને ગઇકાલે સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા મથકે આ બનાવની નોંધ કરી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..