રાજ્યકક્ષા મંત્રી તરીકે પસંદગી બદલ વડાપ્રધાન મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ભાજપ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો મોરબી : આજરોજ સ્વર્ણિમ સંકુલ-2 ખાતે રાજ્યક્ષાના શ્રમ,રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકે બ્રિજેશભાઈ મેરજાએ કાર્યભાળ સંભાળ્યો હતો.એ પૂર્વે બ્રિજેશભાઈ મેરજાએ દેવી-દેવતાઓ તથા તેમના પિતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજાની રાજ્યકક્ષાના મંત્રી તરીકે પસંદગી થતા મોરબીના વિકાસના દ્વાર ખુલ્યા છે. આજે કાર્યભાર સાંભળતા તેમને જણાવ્યું હતું કે, મને સોંપેલ જવાબદારી દ્વારા હું ગુજરાતની જનતાની સેવા માટે હર હંમેશ માટે તત્પર રહીશ. વધુમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ દ્વારા રાજ્યકક્ષા મંત્રી તરીકે તેમની પસંદગી કરવા બદલ પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીનો આભાર વ્યક્ત કરવાની સાથે ગુજરાતના નવનિયુક્ત અને ઉર્જાવાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીયમંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..