રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આયોજન મોરબી : મોરબી જિલ્લાના 25 ગામોમાં રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગઇકાલે યોજનાઓ તથા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (NALSA) નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ તરફથી મળેલ સુચના મુજબ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબી દ્વારા ગઇકાલે મોરબી જીલ્લાના 5 તાલુકામાં તાલુકા કાનુની સેવા સમિતિઓ મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા મીયાણા દ્વારા દરેક તાલુકામાં 5 ગામ લેખે કુલ 25 ગામોમાં પેનલ એડવોકેટ અને પેરા લીગલ વોલેન્ટીયર્સ (PLV) દ્વારા સ્પેશીયલ કેપેઇન અંતર્ગત સમગ્ર જીલ્લામાં કુલ 25 કાનુની જાગૃતિ કાર્યક્રમો સફળતાપુર્વક યોજેલ હતા. જેમાં નાલ્યાની જુદી જુદી યોજનાઓ તથા ગરીબવર્ગ માટેની યોજનાઓ તથા કાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવેલ હતી. તેમ સેક્રેટરી આર. કે. પંડ્યાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..