મોરબી : મોરબીમાં પરિવારજનોએ ઘરે ગણપતિનું વિસર્જન કરી પાણી વૃક્ષોને અર્પણ કર્યું હતું. મોરબીમાં મુનનગર ચોક નજીક ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં સરસ્વતી ટાઉનશીપમાં રહેતા ધોળકિયા અનિલભાઈના પરિવારજનોએ ગણેશ મહોત્સવની શરૂઆતમાં ઘરે માટીથી ગણેશજીની મૂર્તિ બનાવીને સ્થાપના કરી હતી અને ગઈકાલે ઘરે જ પાણી ભરેલ ડોલમાં ગણપતિ દાદાનું વિસર્જન કર્યું હતું. વિસર્જન કર્યા પછી તે પાણી વૃક્ષોને પાઈ દેવામાં આવ્યું હતું. આમ, ગણેશ મહોત્સવમાં પર્યાવરણનું જતન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..