મોરબી : વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સિદ્ધિવિનાયક ગણેશ મહોત્સવમાં હવનનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા. ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમીતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ ઉપસ્થિતિમાં સિદ્ધિવિનાયક ગણેશ મહોત્સવમાં અરવિંદભાઈ બારૈયા દ્વારા હોમાત્મક હવનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ તકે મોરબી જિલ્લા પંચાયત અગ્રણી જીગ્નેશભાઇ કૈલા, મોરબી જીલ્લા ઉપ-પ્રમુખ હસુભાઈ પંડ્યા, મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઇ હુંબલ, શહેર યુવા મોરચાના મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો જોડાયાં હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ દીર્ઘાયુ બને અને હંમેશા સ્વસ્થ રહે, અને ભારત પરમ વૈભવના શિખરો સર કરે એ માટે હવનમાં ભાગ લઇ અને ગણેશજીને પ્રાર્થના કરી હતી અને કેક કટીંગ કરી અને ઉજવણી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..