મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે પોલીસે જુગાર રમતા પાંચ શ્રમિકોને પકડી પાડવામાં આવ્યા છે. જેતપર ગામે વણકરવાસમાં હનુમાનજીના મંદિર પાસે ગઇકાલે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વડે પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા નારણભાઇ બાબુભાઇ પરમાર, પ્રફુલભાઇ રામજીભાઇ પરમાર, રાહુલભાઇ અરવિંદભાઇ પરમાર, હરેશભાઇ લાલજીભાઇ પરમાર અને દિનેશભાઇ ધનાભાઇ પરમારને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી રોકડ રૂ. 10,350 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા જુગારધારા મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..