મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71 જન્મદિવસ અવસરે ગઈકાલે સાંજે મોરબી જિલ્લા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી હર્ષદભાઈ વામજા દ્વારા મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર 4 માં આવેલ વરિયાનગર વિસ્તારમાં જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરી અન્નદાન કરવામાં આવ્યું હતું. આ તકે વોર્ડ નંબરના ભાજપના નગરસેવકો મનસુખભાઇ બરાસરા, જસવંતીબેન સુરેશભાઈ શિરોહિયા, ગિરિરાજસિંહ સુખુભા ઝાલા, મનીષાબેન ગૌતમભાઈ સોલંકી તેમજ અગ્રણી જસવંતસીહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વરિયા મંદિરે આરતી કરીને વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..