મોરબી : મોરબી શહેરમાં વિદ્યુતનગર ખાતે ગણેશ મહોત્સવ અંતર્ગત આરતીની થાળી શણગારવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. મોરબીમાં 'વિદ્યુતનગર યુવા ગ્રુપ કા રાજા' ગણેશ મહોત્સવ દ્વારા ગઇકાલે આરતીની થાળી શણગારવાની સ્પર્ધાનું આયોજન કરવામા આવેલું હતું. જેમાં 30 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. તેમાં 1થી 5 નંબર આપીને મહિલાઓનો ઉત્સાહ વધારી વિજેતાઓને સન્માનિત કરી મોમેન્ટો આપવામા આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..