સદનસીબે જાનહાનિ ટળી ટંકારા : ટંકારા-રાજકોટ-મોરબી રોડ પર મિતાણા ગામ નજીક બે અકસ્માતો થયા હતા. જેમાં એક અકસ્માતમાં ટ્રક પાછળ ટ્રક ઘુસી ગયો હતો તો બીજા અકસ્માતમાં ટ્રક ગલગોઠીયા મારી જાણે આરામ મુદ્રામાં જતો રહ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. બંને બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાથી રાજકોટ તરફ મિતાણા નજીક બે અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા. જેમા દિવ્યશક્તિ ધામની નજીક ટ્રાન્સપોર્ટ કરવા માટે જતા ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. જ્યારે બીજા બનાવમાં બંધ ટ્રક પાછળ બીજો હેવી ટ્રક ધડાકાભેર અથડાઇ રીતસર કેબીન સુધી ઠાઠામા ઘુસી ગયો હતો. જો કે એક પણ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. ચાલકને સામાન્યથી ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડયા હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું છે. જો કે આ બનાવ અંગે હજુ સુધી ટંકારા પોલીસ મથકે કોઈ નોધ કે જાણ પણ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..