19મીએ ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરી સામુહિક વિસર્જન કરાશે મોરબી પાલિકા દ્વારા અનઇચ્છનીય ઘટના નિવારવા માટે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવાઈ મોરબી : મોંઘેરા મહેમાન ભગવાન શ્રી ગણેશજીની નવ-દસ દિવસ ભક્તિભાવથી પૂજા અર્ચના અને આરાધના કર્યા બાદ હવે વિઘ્નહર્તાની વિદાયની ઘડી આવી પહોંચી છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન અનઇચ્છનીય ઘટના નિવારવા માટે મોરબી નગરપાલિકા દ્વારા જ ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાલિકા દ્વારા જ 19મીએ ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરી સામુહિક વિસર્જન કરાશે. આથી નિયત કરેલા ચાર સ્થળે ગણેશજીની મૂર્તિઓ સોંપી દેવા લોકોને અનુરોધ કરાયો છે. મોરબીમાં આ વખતે પણ કોરોનાને ધ્યાને લઈને ગણેશ મહોત્સવના મોટા આયોજનો રદ થયા હોય શેરી-ગલીમાં નાના પંડાલો નાખી તેમજ મોટાભાગના ઘરોમાં દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો પણ સવાર સાંજ નિયમિત આરતી, પૂજા અર્ચના અને અન્નકૂટ ઘરીને વિધ્નહર્તાની ભક્તિમાં તલ્લીન બની ગયા છે. ત્યારે હવે ગણપતિ બાપાની વિદાયની ઘડી આવી પહોંચી છે. ત્યારે લોકો દ્વારા જાતે જ ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાની કરુણ ઘટના બનતી હોય વિધ્નહર્તાના કાર્યમાં આવું વિઘ્ન નિવારવા માટે તા.19 સપ્ટેમ્બરના રોજ ખુદ મોરબી નગરપાલિકા દ્વારા જ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાર નિયત સ્થળો સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરવામાં આવશે અને ગણેશજીની મૂર્તિઓને એકત્ર કરીને આર.ટી.ઓ. કચેરી પાછળ ખાડીમાં નગરપાલિકાના સ્ટાફ તેમજ તરવૈયા અને જેસીબીની મદદથી વિસર્જન કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..