મોરબીમાં કોરોનાના કારણે પિતા ગુમાવનાર ઈશા ખાખીએ સરકારી યોજનાનો લાભ મળવા બદલ આભાર વ્યક્ત કર્યો મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મોરબી ટાઉનહોલ ખાતે યોજાયેલ મુખ્યમંત્રી બાળ સહાય યોજના કાર્યક્રમમાં લાભાર્થીઓને હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ હુકમો મેળવનાર પૈકી મોરબીના ઈશા સુનીલભાઈ ખાખીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બાળ સહાય યોજનાથી હું સી.એ. બનીને મારા પપ્પાનું સ્વપ્ન પૂરું કરીશ. પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં ઈશા સુનીલભાઈ ખાખીએ જણાવ્યું કે, જૂન મહિનામાં મારા પિતાનું કોરોનાના કારણે અવસાન થતાં રાજ્ય સરકાર દ્વારા એકવાલી બાળ સહાય યોજનાનો લાભ મળેલ છે. આ સહાયથી મને મારા મમ્મી પપ્પાનું સપનું પૂરુ કરવા માટે ખૂબ જ મદદ મળશે. હું સી.એ. બનીને મારા પપ્પાનું સપનું પુરુ કરવા માંગુ છું. કોરોના જેવી મહામારીમાં આ સહાય આપવા બદલ હું મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..