વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિતે મોરબીમાં મેગા વેક્સીનેશન ડ્રાઇવ યોજાઇ વેક્સીનેશન મેગા ડ્રાઇવની કામગીરી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલાનાર હોય હજુ પણ વેકસીનેશન વધવાની સંભાવના મોરબી : મોરબી જિલ્લામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે વેકસીનેશનના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 203 જેટલા સ્થળોએ વેકસીનેશન માટે કુલ 49500 જેટલા ડોઝ ફાળવવમાં આવ્યા હતા. જેમાંથી આજે સાંજ સુધી જિલ્લામાં સૌથી વધુ હાઈએસ્ટ અને રેકોર્ડ બ્રેક 29876 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જો કે વેક્સીનેશન મેગા ડ્રાઇવની કામગીરી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલાનાર હોય હજુ પણ વેકસીનેશન વધવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મોરબી જિલ્લામાં વેક્સીનેશન મેગાડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બપોરે એક વાગ્યે ૭૫૨૩ વ્યક્તિઓએ પહેલો ડોઝ જ્યારે ૮૦૮૯ લોકોએ સમગ્ર મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બીજો ડોઝ મેળવી લીધો હતો. જોકે, સાંજે પાંચ વાગ્યાના રિપોર્ટ અનુસાર સમગ્ર મોરબી જિલ્લામાં ૧૩૭૫૭ લોકોએ પ્રથમ ડોઝ તેમજ ૧૩૦૦૭ લોકોએ પોતાનો બીજો ડોઝ લઇ લીધો તેમજ સાંજના છ સુધીમાં રેકોર્ડ બ્રેક 29876 લોકોનું વેકસીનેશન થયું હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી વિગતો મળી છે. આમ વેક્સીનેશનની મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક વેકસીનેશન જિલ્લા વહિવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા થયું છે. આ મેગા ડ્રાઇવ બે ભાગમાં ચાલી રહી છે જેમાં સવાર અને સાંજની બે પાળીમાં કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવી છે. સમગ્ર કામગીરી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલવાની છે. તેથી હજુ પણ રેકોર્ડ બ્રેક વેકસીનેશન થવાની શક્યતા છે.આ વેકસીનેશનમાં જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજયની સંસ્થઓના હોદેદારો આ વેકસીનેશનના મહા અભિયાનમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લો પણ આ કામગીરીમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી થકી સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે કામગીરી કરી રહ્યો છે જેમાં પ્રજાનો સાથ સહકાર મળી રહ્યો છે. સમગ્ર કામગીરીનું નિરિક્ષણ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કતીરા તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તલાટીઓ આ ઉપરાંત ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અગ્રણીઓ તેમજ કાર્યકરો પણ સમગ્ર કામગીરીમાં સાથ સહકાર આપી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..