મોરબીના મહેન્દ્રનગર નજીક મારામારીની ઘટનામાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક મારી દિકરીને ખોટી રીતે હેરાન કેમ કરો છો તેમ કહેતા પિતાને લાકડી ફટકારી અને અન્ય વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વૃદ્ધે એક શખ્સ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક મહેન્દ્રનગર, ITI સામે, GEB સબ સ્ટેશન ની બાજુમા. મફતીયાપરામાં રહેતા રાજસીભાઈ ભગવાનજીભાઈ માલદેવ (ઉ.વ.૬૧) એ આરોપી સંજયભાઈ પ્રવિણભાઈ મારૂ (રહે.મોરબી-૨, સમર્પણ હોસ્પીટલ પાછળ, ગાયત્રી નગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૫ ના રોજ અંદાજે બપોરના બારેક વાગ્યા વખતે મોરબી-૨, મહેન્દ્રનગર, ITI સામે, GEB સબ સ્ટેશનની બાજુમા બનેલા આ બનાવમાં ફરીયાદીની દિકરી જશુબેનને તેના પતિ સાથે બોલાચાલી થયેલ હોય અને માવતરે આવતા ત્યા આરોપી લાકડી લઈને આવતા ફરીયાદીએ આરોપીને મારી દિકરીને ખોટી રીતે હેરાન કેમ કરો છો તેમ કહેતા આરોપીએ લાકડી વતી ફરીયાદીને માર મારી ઢીકાપાટુ મારી ગાળો આપી સાહેદો વચ્ચે પડતા નેફામાંથી છરી કાઢી ફરીયાદીને સામાન્ય ઈજા પહોચાડી મુંઢ માર માર્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..