મોરબીના ભડીયાદ કાંટા પાસે મારામારીની ઘટનામાં બે સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના ભડીયાદ કાંટા પાસે હાથ ઉછીના પૈસા ન આપતા બે વ્યક્તિને લાકડી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રવિણભાઈ કરશનભાઈ રાઠોડ (ઉ.વ.૩૩, ધંધો-મજુરી, રહે.મોરબી-૨, ભડીયાદ કાંટે, હરીઓમ સોસાયટી, માહી એપાર્ટમેન્ટની બાજુમા) એ આરોપીઓ મહેશ દેવજીભાઈ વણોલ તથા મહેશ કાંતીલાલ ભંખોડીયા (રહે.બંને મોરબી-૨, ભડીયાદ કાંટા પાસે, જવાહર સોસાયટી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૫ ના રોજ અંદાજે રાતના સવા બે વાગ્યા વખતે મોરબી-૨, ભડીયાદ કાંટા પાસે રોડ ઉપર ફરીયાદી તથા સાહેદ ચાલવા માટે ગયેલ ત્યારે એક આરોપીએ ફરીયાદી પાસે હાથ ઉછીના પૈસા માંગતા જે ફરીયાદી નહી આપતા તે બાબતે બોલાચાલી કરી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને લાકડી વડે આડેધડ શરીરે માર મારી તેમજ ઢીકાપાટુ મારી બંને ગાળો આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..