અગાઉ પકડાયેલા ચાર આરોપીઓના આજે રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમાં રજૂ કરાશે મોરબી : મોરબીના ચકચારી મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી પર સરાજાહેર અંધાધૂંધ ફાયરીગ કરી હત્યા કરવાના પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધાર ગણાતા રફીકભાઈ રજાકભાઈ માંડવિયાની ધરપકડ કરી હતી. જ્યારે અગાઉ પકડાયેલા ચાર આરોપીઓના આજે રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમાં રજૂ કરાશે અને બાકીના ફરાર આરોપીઓને પકડી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે થોડા દિવસો પહેલા રાજકોટ તરફથી વ્યવહારિક કામ પતાવી ફોર્ચ્યુનર કારમાં પરત આવી રહેલ મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી અને તેમની સાથે રહેલા લોકોને આંતરી આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એજાજ આમદભાઇ ચાનીયા અને અજાણ્યા ચારેક ઈસમોએ ધાણીફૂટ ગોળીબાર કરવાની સાથે ધોકા, પાઇપ સહિતના હથિયારો લઈને તૂટી પડી મમુદાઢીની હત્યા કરી નાખી હતી. આ ચકચારી બનાવામાં પોલીસે મૃતકના પુત્ર મકબુલભાઇ મહમદ હનીફભાઇ કાસમાણીની ફરિયાદના આધારે અગાઉ પોલીસની વિવિધ ટીમોએ ચાર આરોપીઓ ઇસ્માઇલભાઈ યારમામદ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયાને ઝડપી લીધા બાદ આ હત્યા કેસના મુખ્ય સૂત્રધાર રફીકભાઈ રજાકભાઈ માંડવિયાને ઝડપી લીધો હતો. આ આરોપી તેમજ અગાઉ પકડાયેલા ચાર આરોપીઓના આજે છ દિવસના રિમાન્ડ પુરા થતા હોય ફરી કોર્ટમાં રજૂ કરાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..