મોરબી પાલિકાના ઉપપ્રમુખ અને પુત્રની બેવડી હત્યાના બનાવમાં ફરિયાદ નોંધાઈ મોરબી : સીરામીક નગરી મોરબી ધીમે ધીમે ક્રાઈમ નગરી બની રહી હોય તેવા સાફ સાફ સંકેતો વચ્ચે ગઈકાલે રાત્રે મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રને ચૂંટણીના વેરઝેરમાં માથાભારે ઈસમોએ ઘરે જઈ ધારીયા, છરી જેવા તીક્ષણ હથિયારના ધા ઝીકી પતાવી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બેવડી હત્યા મામલે મૃતક ફારૂકભાઈ મોટલાણીના પત્ની રજીયાબેને પાંચ શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ચકચારી બેવડી હત્યાના બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ પોતાના ઘરે હાજર હતા ત્યારે પાંચેક જેટલા શખ્સોએ ધારીયા, છરી જેવા ઘાતક હથિયારો ધારણ કરી પિતાપુત્ર ઉપર હુમલો કરતા બન્નેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતક ફારૂકભાઈના પત્ની રજીયાબેન મોટલાણીએ દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર જાકબ ભટ્ટી, જુસા જાકબ ભટ્ટી, આસિફ સુમરા અને મોઇન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અગાઉ ચૂંટણીના વેરઝેરમાં ઉપરોકત પાંચેય શખ્સોએ એક સંપ કરી પોતાના પતિ અને પુત્રને છરી, ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ અને તેમના પુત્રના હત્યારાઓ ગુન્હાહિત ઇતિહાસ ધરાવનાર અને નામચીન હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. હાલ આ સનસનીખેજ બેવડી હત્યા મામલે હાલ બી ડિવિઝન પોલીસે આઈપીસી કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને ગંભીર બનાવ મામલે એલસીબી, એસઓજી સહિતની ટિમો દ્વારા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..