મોરબી : મોરબીમાં આવેલ જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે જનજાગૃતિ અર્થે ફ્લેશમોબનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓઝોન લેયર પૃથ્વી પર યુ.વી. જેવા હાનિકારક કિરણોથી જીવોનું રક્ષણ કરે છે. 1987માં એક ઇન્ટરનેશનલ સમિટમાં 16 સપ્ટેમ્બરના દિવસે મોન્ટ્રીઅલ પ્રોટોકોલ સાઈન કરવામાં આવ્યો હતો. જેના લીધે 1994થી યુ.એન. દ્વારા દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આજે જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ફ્લેશમોબ દ્વારા લોકોને ઘરમાં એ.સી. અને રેફ્રિજરેટરનો ઉપયોગ ઘટાડવા તથા સ્પ્રે, ડીઓડરન્ટ વગેરે જેમાંથી સી.એફ.સી. જેવા હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે, તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરી હતી. સંસ્થા પરિવાર દ્વારા ફ્લેશમોબમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે, તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..