માટેલ રોડના સિકામિક ઉદ્યોગકારો દ્વારા આશરે બે હજાર વૃક્ષના વાવેતરનો આજથી આરંભ મોરબી : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી મોરબી તેમજ સિરામિક ઉદ્યોગ એસોશિએશનના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તથા માટેલ રોડના સિકામિક ઉદ્યોગકારો દ્વારા આશરે બે હજાર વૃક્ષના વાવેતરનો આજથી આરંભ કરવામાં આવ્યો છે. આજે વિશ્વ ઓઝોન દિવસ નિમિતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી મોરબી તથા સિરામિક ઉદ્યોગ એસોશિએશન દ્વારા સંયુકત રીતે વૃક્ષારોપણ કરી વિશ્વ ઓઝોન દિવસની આજ રોજ ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ , પ્રાદેશિક કચેરી મોરબીના અધિકારીઓ તથા સિરામિક ઉદ્યોગ એસોશિએશનના હોદેદારો, પ્રમુખ વિનોદભાઈ ભાડજા, નિલેષભાઇ રાણસરિયા અને હરેશભાઈ બોપલિયા હાજર રહેલ હતા. વધુમાં, માટેલ રોડના સિકામિક ઉદ્યોગકારો દ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે આશરે બે હજાર વૃક્ષના વાવેતરનો શુભારંભ કરેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..