ક્રૂડ તેલ, કપાસ, કોટનમાં સાર્વત્રિક નરમાઈઃ સીપીઓ, રબર, મેન્થા તેલમાં સુધારો બુલડેક્સ ફ્યુચર્સમાં 147 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 215 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,54,714 સોદાઓમાં કુલ રૂ.14,011.38 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 147 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 215 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. દરમિયાન, 15 સપ્ટેમ્બરને બુધવારે એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 1,44,689 સોદામાં રૂ.13,250.87 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જેમાં ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં 1,42,402 સોદામાં રૂ.12,123.53 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. જે ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડિંગ માટે ટ્રેડરોનો વધતો રસ દર્શાવે છે. ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં પ્રિ-એક્સપાયરી માર્જિન લાગુ પડતું નથી જેનો લાભ બજારના સહભાગીઓ લેતા હોય એવું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત વર્તમાનમાં ક્રૂડ તેલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે અને વિક્લી ઈન્વેન્ટરીના ડેટાની અસરને લીધે હેજિંગની તકો વધી છે, જેથી ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં સહભાગીઓ વધુ ભાગ લઈ રહ્યા છે. ક્રૂડ તેલના ઓપ્શન્સમાં ઓછા માર્જિનની જરૂરિયાત પડતી હોવાથી પણ સહભાગીતા વધી રહી હોવાનું બજારના સૂત્રોનું માનવું છે. આ ઉપરાંત વાયદા અને ઓપ્શન્સની પોઝિશન્સ માટે મળતા માર્જિનના લાભો વિશે એક્સચેન્જ અને સભ્યો દ્વારા સમયાંતરે યોજવામાં આવતા જાગરૂકતાના પ્રોગ્રામોને લીધે પણ ટ્રેડરો વધુ જાગરૂક બન્યા છે. આ સાથે જ સોનાના ઓપ્શન્સમાં રૂ.1,069.77 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના ઓપ્શન્સમાં રૂ.57.20 કરોડ, તાંબાના ઓપ્શન્સમાં રૂ.37 લાખનાં કામકાજ થયાં હતાં. કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીના સત્રમાં સોના-ચાંદીમાં 78,453 સોદાઓમાં કુલ રૂ.5,044.07 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,880ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,917 અને નીચામાં રૂ.46,432 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.398 ઘટી રૂ.46,498ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.215 ઘટી રૂ.37,613 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.26 ઘટી રૂ.4,666ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,475 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,534 અને નીચામાં રૂ.62,410 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.788 ઘટી રૂ.62,505 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.735 ઘટી રૂ.62,833 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.743 ઘટી રૂ.62,821 બોલાઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 40,473 સોદાઓમાં કુલ રૂ.3,453.52 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,354ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,356 અને નીચામાં રૂ.5,311 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.10 ઘટી રૂ.5,325 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.40 ઘટી રૂ.390.10 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 1,566 સોદાઓમાં રૂ.198.76 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,390ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1390 અને નીચામાં રૂ.1384 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17.50 ઘટી રૂ.1,388 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,375 અને નીચામાં રૂ.17,225 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.43 વધી રૂ.17,312ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,118.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1141.80 અને નીચામાં રૂ.1118.60 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19.60 વધી રૂ.1128.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.20 વધી રૂ.959.10 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.10 ઘટી રૂ.25,590 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 19,542 સોદાઓમાં રૂ.2,918.11 કરોડનાં 6,250.617 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 58,911 સોદાઓમાં કુલ રૂ.2,125.96 કરોડનાં 337.438 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 6,604 સોદાઓમાં રૂ.538.65 કરોડનાં 10,10,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 33,869 સોદાઓમાં રૂ.2,914.87 કરોડનાં 7,37,06,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.08 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 196 સોદાઓમાં રૂ.13.47 કરોડનાં 5250 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 242 સોદાઓમાં રૂ.10.41 કરોડનાં 108.36 ટન, રબરના વાયદાઓમાં 23 સોદાઓમાં રૂ.0.40 કરોડનાં 23 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,102 સોદાઓમાં રૂ.174.40 કરોડનાં 15,550 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,673.049 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 635.328 ટન, ક્રૂડ તેલમાં 7,06,200 બેરલ અને નેચરલ ગેસમાં 1,78,42,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 180 ટન, કોટનમાં 53350 ગાંસડી, મેન્થા તેલમાં 481.68 ટન, રબરમાં 78 ટન, સીપીઓમાં 80,610 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,085 સોદાઓમાં રૂ.167.15 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,026 સોદાઓમાં રૂ.76.69 કરોડનાં 1,094 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,059 સોદાઓમાં રૂ.90.46 કરોડનાં 1,122 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,642 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 854...