વાંકાનેર : વાંકાનેરમાં આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં કાઢવામાં આવેલા આયુષ્યમાન ભારત કાર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે અને આ અપડેટ ન થયા હોવાથી અનેક લોકોને હાલાકી ભોગવવી પડી છે. વાંકાનેરમાં ગત તા. 2 ઓગસ્ટના રોજ ભાજપ સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ વાંકાનેર ગર્લ્સ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જાતિના દાખલા, આયુષ્યમાન ભારત કાર્ડ, આવકના દાખલા, વૃદ્ધના ઉંમરના દાખલા વગેરે કાઢી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત કાર્ડ 80 જેટલા કાઢવામાં આવ્યા હતા. તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 20 કાર્ડ અપડેટ થયેલ છે અને બાકીના 60 કાર્ડ આજદિન સુધી અપડેટ થયેલ નથી. તે લોકો કાર્ડ કઢાવવા માટે સિવિલ હોસ્પિટલ જાય છે તો ત્યાંથી એવો જવાબ આપવામાં આવે છે કે સેવાસેતુ કાર્યક્રમમાંથી કાર્ડ કઢાવેલ હોય તો ત્યાંથી કાર્ડ નીકળશે અને જો ત્યાંથી કેન્સલ થાય તો તે બાદ અહીંથી કાર્ડ કાઢી આપવામાં આવશે. આમ, સેવાસેતુ કાર્યક્રમમાં જે લોકોના કાર્ડ બે મહિનાથી અપડેટ થયા નથી. તે લોકો હેરાન થઈ રહ્યા છે અને ધક્કા ખાઈ રહ્યા છે. આવામાં અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનું એક જાગૃત નાગરિકે રોષભેર જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..