મોરબીના સામાકાંઠે આવેલ ગોપાલ સોસાયટીમાં બનેલી ઘટના મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા સગીરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારજનોએ ભણવામાં ધ્યાન આપવાનો ઠપકો આપતા સગીરે આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી શહેરના સામાકાંઠે આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા 16 વર્ષીય પરમભાઇ જયેશભાઇ પંડ્યાએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીદંગી ટૂંકાવી લીધી હતી. બાદમાં હતભાગી સગીરના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં બી ડિવિઝનના પો.હેડ કોન્સ.એફ.આઇ.સુમરાએ જણાવ્યું હતું કે, મૃતક સગીર ધો.11 માં અભ્યાસ કરતો હતો. પણ તે ભણવામાં ધ્યાન ન આપતો હોય તેના પરિવારજનોએ ભણવામાં ધ્યાન દેવાનો ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠું લાગી આવતા તેણે આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..