મોરબી જિલ્લામાં આજે 6520 લોકોનું વેકસીનેશન કરાયું મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે ગુરુવારે 111 સ્થળોએ વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેના માટે 8860 ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. આમ હવે વધુ સ્થળોએ રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવતા વધુમાં વધુ લોકો તેનો લાભ લઇ શકશે.જ્યારે મોરબી જિલ્લામાં આજે 6520 લોકોનું વેકસીનેશન કરાયું હતું. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી ફરી તેજ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે આવતીકાલે જિલ્લામાં 111 સ્થળોએ વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. આ તમામ સ્થળો માટે કુલ 8860 ડોઝ ફાળવવામાં આવ્યા છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પલ્સમાં 1253 અને 18 પલ્સમાં 5251 તેમજ ખાનગીમાં 16 મળીને કુલ 6520 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જો કે આજ કરતા આવતીકાલ માટે સ્થળો થોડા ઘટાડી દેવામાં આવ્યા છે. પરંતુ વેકસીનેશનની પ્રક્રિયા ફરી વેગવંતી બનતા વેકસીનેશન માટે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..