મોરબી : મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં પોલીસે વ્હિસ્કીની બોટલ સાથે કુલ બે યુવકોની અટકાયત કરી છે. તેમજ તેની સામે જે-તે પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મોરબી-માળીયા હાઇવે પર ઉમિયા હોટલ સામે ટીબાવાળી માતાજી જવાના રસ્તે આરોપી વિવેકભાઇ કિશોરભાઇ ધોળકીયા (ઉ.વ. 20) તથા વાંકાનેર તાલુકા પોલીસને વીઠલપરગામની ખારી નજીક આરોપી હર્ષદભાઇ પ્રભુભાઇ વીંજવાડીયા (ઉ.વ. 31) ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાનાં ઇરાદે ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂ વ્હિસ્કીની 750 મીલીની કંપની શીલપેક 1-1 બોટલ (કિં.રૂ. 375) સાથે મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..