દુંદાળા દેવે લંબોદરનો અવતાર ક્રોધાસુરને હરાવવા માટે લીધો હતો લંબોદર એટલે લાંબુ ઉદર. લાફિંગ બુદ્ધા ઉપરાંત ગણેશ એકમાત્ર એવા દેવ છે જેમનું ઉદર મોટું છે. ગણેશના જાડું પેટ ખુશહાલીનું પ્રતીક ગણાય છે. જાણે ગણપતિના લંબોદર હોવા પાછળ કારણ છે કે ગણેશજી સંસારને જ્ઞાન આપે છે કે તમારી આસપાસ જે પણ વાત થાય તેને સાંભળીને તમારા પેટમાં જ રાખો. કોઈએકની વાત બીજાને ત્યાં ન કરવી. આવું કરવાથી તમે હંમેશા ખુશ રહેશો. ત્યારે ગણેશ મહોત્સવના પાંચમા દિવસે જાણીએ વિધ્નહર્તાના ચોથા અવતાર લંબોદરની રોચક કથાઓ. ગણેશજીના લંબોદર અવતાર વિષે ઘણી કથાઓ અને માન્યતાઓ છે. એક માન્યતા મુજબ ભગવાન શિવે ગણેશને હંસતા હંસતા લંબોદર કહી દીધું, જેની અસર એ થઈ કે ગણેશજીનું પેટ લાંબુ થઈ ગયુ. કહેવાય છે કે ગણેશ માતા પાર્વતીના લાડલા હતા. તેમને હંમેશા એ ડર રહેતો કે ભાઈ કાર્તિકેય આવીને માતાનું દૂધ ન પી લે. આથી, તેઓ દિવસભર માતાના આંચલમાં છુપાઈને બેસી રહેતા હતા. તેની આ ટેવના કારણે એક દિવસ મહાદેવ શિવે મજાકમાં કહી દીધું કે લંબોદર જાવ અહીંથી. તે દિવસથી ગજાનન લંબોદર કહેવાયા. અન્ય એક કથા મુજબ સમુદ્રમંથન સમયે કોઈ કારણોસર શિવના ક્રોધમાંથી રાક્ષસની ઉત્પત્તિ થઇ. આ રાક્ષસનું નામ ક્રોધસુર હતું. ક્રોધાસુરે સૂર્યની ઉપાસના કરી અને તેની પાસેથી વિશ્વ પર વિજયનું વરદાન લીધું. તેણે દેવતાઓ સામે લડવાનું શરૂ કર્યું. તે પછી ગણપતિએ લંબોદરનું રૂપ લીધું અને તેને અટકાવ્યો. તેમણે ક્રોધસુરને સમજાવ્યું કે તે સમગ્ર વિશ્વને ક્યારેય જીતી ન શકે. ક્રોધસુરાએ તેની વાત માની અને પાતાળલોકમાં જતા રહ્યાં.